સાસુ નહિ માતા
મેહરુ મમ્મા અમારા, હતાં બહુ માયાળુ અને પ્યારા.
પ્રેમથી બાહોમાં લઈ કહ્યું હતું કે, "સ્વાગત છે તારું ઘરમાં મારા"
કહ્યું હતું, "સાસુ ના કહેતી કદી; હું સાસુ નહિ, મમ્મા છું હું તારી".
એમને વાત આં, કાયમ રાખી એમની; મા દીકરી નિ ટીમ હતી અમારી.
એ દીનાઝ, ખુરશીદ અને વિસપી ના પ્રેમાળ મમ્મા હતાં, સુંદર હતી સૂરત;
નોબલ હતાં, પ્રેમાળ હતાં, હતાં ઍ મમતા ની મુરત ;
એટલેજ હતી લાગણી મારી કુણી, અને હતું મને એમના માટે અપાર માન.
દાદાર ની પ્રેમાળ બાંહો મા રહેજો સદા; ખુબ પ્રગતિ કરે તમારુ રવાન.
Armin Dutia Motashaw