એવું તો શું થયું, મન ઉદાસી માં રહે,
દર્દ દિલમાં ભરો , મન ઉદાસી માં રહે;
હોય છે કારણો, શોધી લ્યોને તમે,
કોઈ મારણ કરો, મન ઉદાસી માં રહે;
દિલ્લગી થોડી તો, હોય છે પ્રણય માં,
મનની તસ્લલી કરો ,મન ઉદાસીમાં રહે;
હોંશે હોંશે હોંશ માં, મન મનાવી લેવાનું,
જોશમાંખબર પૂછો, મન ઉદાસી માં રહે;
સુખદુઃખ સંતાપ , મળે છે , તૃષ્ણા માં જ,
આનંદ ને પામી લેવો, મન ઉદાસી માં રહે;