નાનું હતું ગામ ને સુખી છે પરિવાર,
માતપિતાના લાડથી ઉછર્યો એ રાજકુમાર,
પરિવારને પ્રેમ કરતો નાદાન રાજકુમાર,
ઘણું ભણીને દિવસો જતા થયો સમજદાર,
લગ્ન કરીને પતિ થયો ને થયો એક પિતા,
દેશને પ્રેમ કરતો ભુલ્યો તેનું ભાન..
ઘર છોડી બળતા જીવે બન્યો એ જવાન,
જીવ પર જોખમ રાખીને કરતો રહ્યો રક્ષા,
સંબંધોથી દૂર થઈને બન્યો દેશની શાન,
પરિવારને છોડી મૂકી કરતો રહ્યો રક્ષા,
તિરંગાનો નશો લઈને બન્યો દેશની શાન..
ક્યારેક ઠંડી ક્યારેક તાપ સહેતો રહ્યો એ જવાન,
લડાઈ લડાઈમાં ગોળી વાગી થઈ ગયો શહીદ,
ઘર આવશેની આશ જોઈ બેઠો રહ્યો પરિવાર,
ખબર મળી ધ્રુજી ઉઠ્યો એ પ્રેમાળ પરિવાર,
માતપિતાને રડતી જોઈ રોઈ ઉઠી દીવાલો..
પત્ની બની વિધવાને બાળ બન્યું લાચાર..
મોતથી લડ્યો હતો એ દેશનો વીર હતો,
ગર્વ સાથે લડ્યો એ દેશનો શૂરવીર હતો,
ઋણી છીએ આજ પણ એ ધરતીનો પુત્ર હતો,
દેશને પ્રેમ કરતો એ દેશનો જવાન હતો..!