રિસેપશનમાં બધાને પગે લાગી થાકી કંટાળી વરવધુ સોફા પર બેઠા. અચાનક વરરાજાએ પૂછ્યું બોલ કાલે તું મારા માટે શું બનાવશે? વધુએ કહ્યું મારી મમ્મીએ મને ગરમ ગરમ ચા બનાવતા સરસ શીખવાડી છે, હું તમારે માટે કાલે સરસ ચા બનાવીશ. વર કહે એ.. હેલો હું ચા નથી પીતો હવેથી યાદ રાખજે. વધુ બોલી મનોમન હાશ એક વસ્તુ બનાવતા આવડતી હતી, આપણે તો એમાંથી પણ છૂટ્યા.
પ્રવીણ શાહ
#વરરાજો