H@B
*લૉકડાઉનનો છંદ*
હાથ પખાળમ્, નહીં મિલાવમ્, દૂર રખાવમ્ કર જોરી,
મોઢા ઢાંકમ્, ઘરમાં વસન્તમ્, ના ભટકન્તમ્, સમજ્યા રી ?
પોલીસ પધારમ્, દંડા મારમ્, કૂકડા બનાવમ્, જ્યાંત્યાં રી,
નહીં સુધરન્તમ્, જેલ ભમંતમ્, દંડ ભરન્તમ્ બહુ ભારી.
ધીરજ ધરન્તમ્, અક્કલ રખન્તમ્, દિન વીતન્તમ્ બહુ ભારી,
કહે નર ને નારી, સમજી-વિચારી ઘરમાં રે'જો પ્રજા સારી.