આજે ઈસ્વરે પૂછ્યો અઘરો સવાલ છે .
ને માનવી મોટી મુંઝવણ માં મુકાય છે
કેટલાક ને એકટાણું ભોજન પ્રાપ્ત નથી .
ને અમુક મોંઘા ભાવે ગુટખા ખાય છે ..
પ્રકૃતિ નો અસિમિત જ્યારે ઉપયોગ થાય છે
ત્યારે જ આવી સમસ્યાંઓ સર્જાય છે .
માનવી કોરોના ને દોષ આપતો જાય છે
પણ આ તો માનવીના કર્મો નો પ્રતાપ છે .
ઉપભોગ તરીકે માનવી પશુઓ ને ખાય છે.
જેના પરિણામ માનવી ઘરમાં કેદ થાય છે .
સૃષ્ટિ નું ચક્ર બરાબર ફરતું જાય છે .
રાત્રે નભમાં તારલા ચમકતા દેખાય છે .
પ્રદૂષણ માં ભારે ઘટ થતી જણાય છે .
માનવી તોય હજીય શા ને મૂંઝાય છે .
મંગળ પર જઇ જીવન ની શોધ કરાય છે
ને જ્યાં જીવન છે ત્યાં બરબાદી થાય છે
આજે ઈસ્વરે પૂછ્યો અઘરો સવાલ છે .
ને માનવી મોટી મુંઝવણ માં મુકાય છે .
R.B.A