અંધારાઓ થી ઓળખાણ જરૂરી છે,
અજવાળા ક્યારેક થાપ દઈ જાય છે..
અજવાળા માં અંજાઈ ગયેલી આંખો થી ના દેખાય તે,
અંધારા માં ઝીણી આંખો થી વરતાઈ જાય છે..
ભ્રામક દુનિયા ના ભ્રામક છે રંગો,
રાત પડતાંજ ઘોર તિમિર માં વિલાઈ જાય છે…
અમીરો ના ભવનો માં બત્રીસ પકવાન પીરસાય છે,
ગરીબો ને એક ટંક ભાણું પણ દોહ્યલું થાય છે..
રક્ત પ્રસ્વેદ અને મહેનત ના કાળમીંઢ પથ્થરો થી બનાવેલા સ્વપ્નમહેલ,
બલિહારી ના બળવાન પંજા ની થપાટ થી ક્ષત વિક્ષત થઇ જાય છે…
હે “ઈશ” બધા જ કહેવાઈએ છીએ તુજ સંતાન,
તો પછી રાજા અને રંક માં કેમ જોજનો નું અંતર દેખાય છે..
~અદ્વૈત