છે જુદાં અંતર છતાં અંતર નથી,
તોય એ દર્શાવવા અવસર નથી.
થાય છે કે ખત લખીને મોકલું,
શબ્દને મ્હેંકાવવા અત્તર નથી.
ચાહવાનાં કારણો પૂછો નહીં,
પૂછશો તો એકપણ ઉત્તર નથી
ખુબ અઘરી છે કસોટી પ્રેમની,
પ્રેમનું કૈ એટલું ભણતર નથી.
જિંદગી છે સાવ કોરી ચોપડી,
આજ સુધી કોઈના અક્ષર નથી.
તું નથી તો કૈ નથી આ જિંદગી,
ચૈન જેવું કાળજા અંદર નથી...✍