ક્યાં કહું છું ના કદી દબદબો રાખવો ,
દોસ્ત ! રડવા એક સાદો ખભો રાખવો .

એ બહાને રોજ એ યાદ રાખે પછી ,
સ્હેજ ઈશ્વરની ય સાથે ડખો રાખવો .

ફૂટવા દીધી છે કૂંપળને મોસમ મુજબ ,
જીવને લ્યો ,ક્યાં લગી ભૈ, ગગો રાખવો !

આપણું અકબંધ છે એવું ભૈ,માનવું ,
ફાટલા ખિસ્સેય થોડો મજો રાખવો .

વ્હેણમાં ઊભા જ છો હાથ પકડી તમે ,
ના ભરોસો લેશ માટીપગો રાખવો .

સૌ ગઝલની નાતમાં આવકારે પછી ,
ઘાવ જાણીતો જ નહી; સગો રાખવો .

રાત વીતી જાય ક્યારે કહો શી ખબર ?
સૂર્યને ઘરમાં સદા સાબદો રાખવો .

:- હેમંત ગોહિલ "મર્મર "

Gujarati Thought by BHAVIN HEART_BURNER : 111424302

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now