*માધવ* ક્યાંય નથી *મધુવનમાં,*
સલવાયો છે *રૂકમણી સાથે* કિચનમાં.

*રાધા* કરે છે વિલાપ *ગોકુલ ટાઉનમાં,*
પરંતુ કેમ કરી ને જવું આ *લોકડાઉનમાં.*

*પહોંચવું* છે ગોપીઓના *મન સુધી,*
પરંતુ રાસલીલા *બંધ* છે હમણાં *જૂન* સુધી.

*માસ્ક* બાંધીને *જતો* રહે હમણાં જ *રાધાના* ગામમાં,
પરંતુ *રૂકમણીએ* બાંધી રાખ્યો છે એને ઘરકામમાં.

*સુદર્શન* કયા વાપરીશ આ ક્યાં કંસ છે...?
*ઘરમાં* રહીને જ *મારી* શકાય આ તો *કોરોનાના* દંશ છે...!

*સખાઓ* નીકળતા *નહી* આવી ધુલાઈમાં,
*માધવ* મળશે તમને હવે *છેક જુલાઈમાં.* 😊

#વીસરવું

Gujarati Poem by અમી વ્યાસ : 111423797
Chintan Patel 7 year ago

બધા જ વ્યક્તિઓ પોતાની રીતે મુક્ત મને વિચારવા માટે સ્વતંત્ર છે

અમી વ્યાસ 7 year ago

જરાય જરૂરી નથી સહમત થાવું,દરેક ના વિચારો ને માન્યતા ઓ જુદી જુદી હોય છે....

Anil Bhatt 7 year ago

માફ કરજો આપની વાત સાથે સહમત નથી થઈ શકતો 🙏

અમી વ્યાસ 7 year ago

માફ કરશો આ મજાક નથી,પણ પ્રભુ ને પણ માનવી ની જેમ જીવતા જોવાની કલ્પના છે...

Anil Bhatt 7 year ago

આપણે આપણા હિન્દુ ધર્મ ના પાત્રો ની કેવી મજાક મસ્તી કરી રહ્યા છીએ, પછી બીજા તો કરે જ ને ?

Brijesh Mistry 7 year ago

ઓહોહો...."કાનો "ફસાયો છે રેડ ઝોન માં "રાધા" રહે છે ગ્રીન ઝોન ..

મોહનભાઈ આનંદ 7 year ago

વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ વાહ અદભુત રચના...્ શુભ સવાર નમસ્કાર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now