આપણે એક સોશ્યલ એનિમલ છીએ. કંઈ પણ નિર્ણય લેવાનો હોય તો આપણે (મારો) વ્યુ પોઈન્ટ થી કહું છું ફેમિલી ને ગમશે? ઘણી વખત એવા નિર્ણય લેવાઈ જાય છે જેમ કે આપણી આજુબાજુ ના લોકો ના પ્રેશર થી અથવા ટેન્શન થી કે જે પાછળ થી પસ્તાવાનો વારો આવે છે.જો દિલ ના પાડે તો ના કરવું જોઈએ. આપણે આપણું મનોબળ અને આપણા વિચારો પર મક્કમ રહેવું જોઈએ. લોકો શું વિચારશે.લોકો શું બોલશે એવા ડર થી રહીશું તો કંઈ નહીં થાય. હું કોઈ લેખક અથવા કવિયત્રી નથી જે મન માં વિચારો આવે છે એ અહીં વ્યકત કરું છું. એવું વિચારું કે હું આ પોસ્ટ મુકીશ તો લોકો શું વિચારશે પણ એવો વિચાર કરો કે હું આ પોસ્ટ શેર કરીશ તો મને કેટલી ખુશી અને આનંદ મળશે...