ચહેરો..
આખા ગામમાં વાત થતી કે ગંગા બાનો હીરીયો કેટલી રૂપાળી વહુ લાવ્યો છે,બધા એનો ચહેરો જોવા માટે તડપતા,કોઈ ને કોઈબહાને એની સાથે
વાત કરવા ના બહાના શોધે,કોઈ કહે પૂનમ નો ચાંદ છે કોઈ કહે કોહિનૂર છે એનો હસતો ચહેરો આખું ઘર રોશન કરતો, દિયા એનું નામ અને એના ચહેરાનું તેજ દિપક જેવુ,ઘરમાં બધા ખુશહતા દિયાએ ચાંદજેવો દીકરો આપ્યો એટલે ખુશી માં ઓર વધારો થયો,પણ ઈશ્વરને પણ ઈર્ષા આવી હશે એટલે આ ખુશી બહુના ચાલી ને એક દિવસ.
રસોઈ કરતા સ્ટવ ફાટ્યો ને દિયાનો ચેહરો જ આખો બળી ગયો,દિયા માટે તો જાણે દુનિયા ખતમ થઈ ગઈ પણ હરિયાએ કહ્યું તારો ચહેરો બગડી ગયો છે પણ હું તને પ્રેમ કરું છું, તું ચિંતા ના કર હું તારી સાથે છું,ને દિયા ઘરે આવી પોતાના ચહેરા ને જોઈ જોરથી ચીસ પાડી રડવા લાગી આટલી બિહામણી થઈ ગઈ હતી. એને ચિંતા થઈ મારો છોકરો મને જોશે તો ડરી જશેને એણેનક્કી કર્યું કે એ હજી નાનો છે,એને ખબર નહીં પડે કે માં કેમ ઘૂંઘટ રાખે પણ હું ક્યારેય એની સામે ઘૂંઘટ નહીં ખોલું ને દિયા એ કાયમ માટે ઘૂંઘટ મા રહેવાનું નક્કી કર્યું..
ઘીરે ધીરે દીકરો મોટો થયો સમજદાર થયો માં પોતાનો ચહેરો કેમ નથી બતાવતી એવું ઘણી વાર પૂછતો પણ માં કહેતી દીકરા મારો ચહેરો જોવા જેવો નથી દીકરો કહેતો માં એવું તો શું થયું છે તું આમ એકલી એકલી ને ઘૂઘટમાંજ રહે છે,પણ માએ કોઈ જવાબ ન આપ્યો ને દીકરો હવે શહેરમાં
ભણવા ગયો,ભણીને એક સારી કંપની મા નોકરી કરતો થયો ,પણ એના મગજમાં એકજ વાત કે માનો ચહેરો એવો કેવો હશે,માં નો આવાજ સારો છે એનો મૃદુ સ્વભાવ છે મારા માટે એને કેટલી તકલીફ વેઠી છે,એક દિવસ એણે એના પપ્પા ને પૂછ્યું પપ્પા એવું તો શું થયું કે માં કોઈને પણ પોતાનો ચહેરો નથી બતાવતી ને ત્યારે તેના પપ્પા એ એની માં ની જૂની તસ્વીર બતાવી જેમાં આટલી સુંદર હતી તારી મા પણ એક હાદશા માં તારી માનો આખો ચહેરો બળી ગયો ને તને બીક ના લાગેતું ડરી ના જાય આ બિહામણા ચહેરા ને જોઈ એટલે એણે ક્યારેય તારી સામે ઘૂંઘટ ઉગાડ્યો નહિ ને ચહેરો ઢાંકેલો રાખતીને હંમેશા એવું વિચારતી મારો દીકરો મોટો થઈ મોટો સાહેબ બને એ દિવસ આવી ગયો દીકરો સારી કંપની માં લાગી ગયો.એ ખુશ છે બેટા.. એને હવે કાઈ નથી જોઈતું..પણ દીકરાને પોતાની માં માટે કંઈક કરવું હતું..
આ વખતે કંપનીએ બેસ્ટ સેલર નો એવોડ ગિરિવર ને આપવાનું નક્કી કર્યુંગિરિવર..નાયક.આપને કંપની તરફથી બેસ્ટ કાર્યકારનો એવોર્ડ મળે છે,કાલે તમે સાંજે ફેમિલી સાથે હાજર રહેજો ને ગિરિવરે આ તક ઝડપી લીધી,સાંજે માં ને સાથે લઈગયો એનું નામ આવતાજ માંને સ્ટેજપર લઈગયો માં ઘૂંઘટ ઉઘાડ આ એવોર્ડ તારો છે,માં એ કહયું બેટા બધા ડરી જાશે મારા લીધે તને કંપનીમાં તકલીફ પડશે.
પણ દીકરો ના માન્યો ને માં એ ઘૂંઘટ ઉઘડયો બધાજ ડરી ગયા પણ દીકરો એ ચહેરો જોઈ ખુશ થયો એણે લોકોને માં નો પહેલાનો ચહેરો ને હાદશા પછીનો ચહેરો બતાવ્યો ને કહ્યું કે મારા માટે મારી મા સુંદરતાની નહીં મમતાની મૂરત છે,હું ડરી ના જાવ એટલે એને આખી જિંદગી ચેહેરો ઢાંકેલો રાખ્યો,પણ હવે હું એને આઝાદી થી જીવાડવા માગું છું,માં ની મમતા સાથે પ્રેમ કરાય ચહેરા સાથે નહીં...આભાર..