અલગ ભાવ દર્શાવે આજ સૌ કોઈનો ચહેરો કો
' શાંત , કોને ઉદ્વેગ કોઈનો છે આનંદ અનેરો કો
’ મોહક છે કો ' શાલીન કો ’ છે મૌનમાં તલ્લીન કો ’ આડંબર પાળી હર્ષનું છુપાવે રુદન ને ડામ કો
’ ઓઢી ઓઢણ શિષ્ટાચારનું પોષે દુવિચાર જોતાં કો
’ દીનનો ચહેરો દારિદ્રયનો થશે અણસાર જોતાં કો
’ લાચાર ચહેરો ભાસે વ્યવહારિકતાનો માર કેટ કેટલા ભાવ બતાવે ,
ઉપસાવે છુપાવે ને અંતે હંફાવે ચહેરાની
આ રંગ રમત આમ જ સૌને પળ પળ કંપાવે વળી વયોવૃદ્ધ કો
’ ચહેરો તો યુગ આખો આંખે દર્શાવે નથી વધુ સમજણ આ ચહેરાઓ .
વાંચવા પાછળ આજે ચાહે “ આસક્ત
” વાંચવા શૈશવનો ચહેરો , ક્ષણમાં શાતા આપે .
#ચહેરો