એક બૂંદ બસ,  ઝાકળ જેવું,
એક મન બસ, ભાવના જેવું;

થાય અહેસાસ લાગણી  નો,
ભાવભીના ,સ્વાગત ના જેવું;

નટખટ બાળની જીદનુ આંસુ,
મમતા પાલવે,  હાસ્યના જેવું;

તરવરાટ  થનગનાટ  સૈનિકનો,
શહિદ પત્ની ની , કરુણા જેવું;

એક બૂંદ સાગર ,તણી સફરનું,
ડુગરે,  વહેતા પ્રેમ પ્રવાહ જેવું;

આનંદ એક અશ્રુ,ભક્તિ ભાવે,
અનંત અનુરાગે , સમર્પણ જેવું;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111423096

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now