તે વાહ વાહ કરી
ખુદનો સાથ છોડી હું તારી સાથી બની,
તે વાહ વાહ કરી..
તારા જીવનસંગ્રામે હું તારી સારથિ બની,
તે વાહ વાહ કરી..
મારો પહેરવેશ ત્યજી તારો ગમતા સાડલા ઓઢ્યા,
તે વાહ વાહ કરી..
મારા અભરખા મેં મારામાં જ ડાટ્યા,
તે વાહ વાહ કરી..
સાફ સફાઇ કરી તારુ ઘર મહેકાવી,
તે વાહ વાહ કરી..
મારી કળા ને કૃતિઓ આમ જ દફનાવી,
તે વાહ વાહ કરી..
રસોઈ ના મીઠા સ્વાદ ચખાડ્યા,
તે વાહ વાહ કરી..
મે મારા સઘળાં શમણાં બળતાં રાખ્યાં,
તે વાહ વાહ કરી..
મે જિંદગી તારા અર્થે ખર્ચી,
તે વાહ વાહ કરી..
મે જિંદગી આમ જ વેડફી,
તે વાહ વાહ કરી..