રડાવ નહીં એ જીંદગી
આ રડતો ચહેરો જોવાવાળું કોઈ નથી
જો જોઇ પણ લીધો તો એ
રડતા ચહેરાને હસાવનાર કોઈ નથી
જાતે જ ચુપ થવું પડે છે
એક ખૂણામાં જઇને રડી લેતાં આ ચહેરાને
જોવા આવનાર કોઈ નથી
ક્યારેક ખૂબ રડવું આવે તો
જોઇ લઉં છું ચહેરો હસતા મિત્રોનો
સમજી લઉં છું મિત્રો તો છે જ
ભલે બીજું કોઈ નથી.
#ચહેરો