એનો ચહેરો...જેને જોઈને દિલની દીવાલો તાજી થઇ જાય છે...
એનો ચહેરો...જેને વાંચીને આખું જીવન વંચાઈ જાય છે...
એનો ચહેરો...જેને જોયા વગર અધીરા અણસાર થાય છે....
એનો ચહેરો....જેની માયૂસી મનની માયા વિહ્વળ કરી જાય છે....
એનો ચહેરો... જેની ખુશીની આભ માત્રથી આત્મવિભોર થઇ જવાય છે...
એનો ચહેરો....જેનો થાક કાળજું કથડાવી કકડભૂસ કરી દે છે...
એનો ચહેરો....જેની ચંચળતા જિંદગીમાં ચાર ચાંદ લગાવી દે છે....
એનો ચહેરો.....જેની હાજરી માત્રથી દિલને ટાઢકનો ટળવળાટ સમેટી લે છે....
#ચહેરો