ક્યારેક ચહેરો હોય છે ઘણુંબધું બોલતો.
ક્યારેક ચહેરો હોય છે અંતરને ખોલતો.
વિચારો મનતણા ચહેરે આવીને વસતા,
ક્યારેક ચહેરો હોય છે કેટલુંક એ કહેતો.
ખુશી કે વેદના ચહેરેથી વ્યક્ત થાય ઘણી
મળે મનોદશાનું માપ જો ચહેરો હો વંચાતો.
સ્થાન જબાનનું લઈને હાવભાવ લાવતો,
છે એ દર્પણ જે છે ભીતરે તેનેય દેખાડતો.
ભાષા ચહેરાની નથી સાવ અબોલ હોવાની,
નૈનથકી એ અભિવ્યક્તિ કરીને સમજાવતો.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
#ચહેરો