Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચહેરો

બહેન, રીટાયર્ડ થઈ ગયા નહી તમે ? શહેરમાં ખરીદી કરીને પાછા ફરતી વખતે રીક્ષાવાળાનું આ વાક્ય સાંભળીને થાકેલા મૌલી બેને કાચમાંથી બરાબર જોયું તો ચહેરો જાણીતો લાગ્યો. રીક્ષાવાળાએ વાત આગળ વધારતા કહ્યું કે, મને ના ઓળખ્યો? હું મહેશ, તમે મને નવમાં ધોરણમાં ગણિત શીખવતા હતા. પછી તો હું બે ટ્રાયલે દસ પાસ થયો. અને છેલ્લા પાંચ વર્ષથી રીક્ષા ચલાવુ છું. તમને થતું હશે કે નહી, મારો ભણાવેલો છોકરો રીક્ષા ચલાવે ? પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીને જોઈને મૌલી બેનની આંખમાં ચમક આવી ગઈ અને વાતને આગળ વધારતા બોલ્યા કે ," ના રે ના, ગમે તે કામ કરે મહેનતનો રોટલો ખાય અને સ્વમાનથી જીવે એ જ મારો સાચો વિધાર્થી." આમ વાતોમાં ને વાતોમાં ઘર ક્યારે આવી ગયું એની મૌલી બેનને ખબર જ ના પડી. અને હા , થાક તો એમનો ક્યારનોય ઉતરી ગયો હતો.'☺️

Gujarati Story by Vihad Raval : 111422278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now