સાંઈ સલોનો
તુજમાં વસે રામ, કૃષ્ણ, ગૉડ, અલ્લાહ,અહુરા, હર ભગવાન
તુજમાં વસે પાવન પ્રેમ; તુજ માં વસે તારા ભક્તો નિ જાન;
કરે ભક્તિ તારી સકળ વિશ્વ, હઝારો, લાખો ઇન્સાન.
સદગુરૂ તું સાચો, માર્ગ ચીંધે ભક્ત ભુલ્યાનો; કે ભક્ત જયારે હોય હેરાન
મદદ કરવા, આવી પુગે બની એક અનોખો અણધાર્યો મેહમાન
શીખવે તું શ્રૃદ્ધા અને સબુરી, હર જીવ ને આપવા, પ્રેમ અને સનમાન
આપજે અમને આશિષ તારા, બનીએ અમે પણ, એક નેક ઇન્સાન
ઓ સાંઈ સલોના, કેળવજે અમ માં શ્રૃદ્ધા, સબૂરી અને જ્ઞાન.
Armin Dutia Motashaw