હલાવે છે
બની બોલકણું કોઈ વગદાર વહેવાર હલાવે છે
કોઈ મૂક મિજાજી આંખોથી તહેવાર હલાવે છે
જ્યાં વાહન વટી ગયું હદ 'ને હદય ચૂક્યું ધબકાર
વળાવવા આવેલ તે દૂરથી ફક્ત હાથ હલાવે છે
મનોરંજન ખુબ પામ્યા, પણ મોજથી અળગા રહી ગયા
શું નૃત્ય? તે તો માત્ર બતાવવાં પગ હલાવે છે
ત્યાં બની ગયા શબ્દો પંક્તિ, ભરખી ભાવ મારો
જ્યાં સાબિત કરવા ગઝલ, વિદ્વાનો છંદ હલાવે છે
સમાંતર છે 'શોખીન', શરાબ અને પ્રેમના
કોઈને નશો તો કોઈ નશાને હલાવે છે.
-વરૂણ આહીર (શોખીન)