" તો વાત જાણે એમ છે"
અકારણ આવેલી આ આપત્તિ માં,કુદરત નો કાળો કેર છે,માનવજાત ને ક્યાં વળી કુદરત જોડે વેર છે?"તો વાત જાણે એમ છે".
બુદ્ધિજીવી અને પ્રચંડ પ્રભાવશાળી ,બેઠા છે બધા ઘરમાં "કોરોના"થી હારી,કોઈ નથી પૂછતું એક બીજાને હાથ મિલાવી ,ભાઈ કેમ છે?"તો વાત જાણે એમ છે"
લોકડાઉન ને કોરંટીને ,આઇસોલેશન ને વેન્ટિલેટર ,ક્લસ્ટર કરીને બધા હેમખેમ છે,માસ્ક અને સેનિટાઇઝર , ઈકોનોમી અને પ્રગતિ ,
ગરીબ અને અમીર તોહ ઠીક પણ મીડડલકલાસ ની પરેડ છે,"તો વાત જાણે એમ છે"
શું થશે ઈકોનોમી નું અને કેમની થશે પ્રગતિ ? ઓ ભાઈ, જીવન ના જોખમે થોડી કમાવાનું કહેણ છે? " તો વાત જાણે એમ છે"
ડૉક્ટર ,નર્સ ,પોલીસ જાણે આ ત્રિદેવ છે,ભગવાન ના દ્વાર બંધ થયા ,એનેય લીલાલહેર છે," તો વાત જાણે એમ છે"
કેસ અને કેશ તણી વધ -ઘટ માં આમ બેલેન્સ કરવું એજ પ્રભુ ની મેહર છે ,"તો વાત જાણે એમ છે".(નિધિ)