સૌ ની લાગણીઓ ને સાચવી ને રાખતો હું,
બધાં ને ગમતો થવામાં , પોતાને અણગમતો થઈ ગયો
સૌ ના દુઃખે દુઃખી થઈ, સુખ ને વહેંચતો હું
બધાં ને હસવામાં , પોતાને રડાવતો થઈ ગયો
હોશિયાર સમજી બેઠા એ બધા જે મને છેતરી ગયા,
એવો સાવ પાગલ ને મુરખ હું,
બધા ને મિત્રો બનવા માં, પોતાનો શત્રુ બની ગયો
ખુલ્લા દિલ થી મોટા મન થી સ્વીકાર્યા છે બધાને,
એમના સંપૂર્ણ સ્વીકાર થી, પોતાનો અસ્વીકાર કરી બેઠો.
કદાચ દુનિયા ને મારા શબ્દો કડવા લાગશે,
નિસ્વાર્થ ભાવે થી રહેલો હું,
આજે બધા માટે "સ્વાર્થી" બની ગયો .
" બ્રિજ રાજ"