કાલે જ્યારે કોરોના વાયરસ ચાલ્યો જશે ત્યારે હજારો-લાખો લોકો તરફ દોડશે.ત્યારે આ શહેર એનુ પોતાનું શહેર થઈ જશે.પછી તેને સુરત માંથી પૈસા કમાવામાં જ રસ હશે.સુરત ત્યારે એના સપના નું શહેર સુરત હશે અને જ્યારે બીજો કોઈ રોગ આવશે ત્યાં સુધીજ એનું સુરત શહેર એનું હશે.
આજ મારું સુરત ઘાયલ છે,આજ મારા સુરત ને ઈલાજ ની જરૂર છે,આજ મારું સુરત સંક્રમિત છે, આજ મારું સુરત મયૂષ છે.પણ આજે હું સૂરત માં છું. કાલે હું સુરત માં હતો. અને આવતી કાલે પણ હું સુરત માં રહીશ. આ મારું સુરત છે.હું મારા શહેર ને મરવા નહી દવ.સુરત મારી કર્મભૂમિ નથી સુરત મારુ ઘર છે. સુરત મારા માટે વેપાર નો ગાઢ નથી પણ સુરત મારો પરિવાર છે. હું અહીં જ રહીશ કારણ કે હું સુરત ને પ્રેમ કરું છું.સુરત મારા શ્વાસ માં ધડકે છે.અને સુરત થી જ મારુ અસ્તિત્વ છે.