Gujarati Quote in Motivational by Tr Mrs Snehal Rajan Jani

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ચાલો આજે આપણાં સૌનાં શ્રેષ્ઠ શિક્ષકની વાત કરીએ. અનુભવ વિના આપણે કંઇ શીખી શકતા નથી. હું એવું વિચારું કે મારે ખૂબ જ સારા શિક્ષક બનવું છે કે પછી ખૂબ જ સારા ઉદ્યોગપતિ બનવું છે કે પછી કંઇ પણ, પરંતુ હું આ બધુ માત્ર વિચારું જ છું એવું બનવાની દિશામાં કંઇ જ કરતી નથી. શું હું કરી શકીશ? ના. ક્યારેક તો અનુભવ લેવો પડશે ને! કદાચ પ્રથમ પ્રયત્ને સફળતા ન મળે પણ અનુભવ તો મળશે ને કે હવે નવો કયો રસ્તો વાપરવો.
કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે અનુભવ લેવો જરુરી છે. સારી શરૂઆત એ અડધી સફળતા બરાબર છે. જો મન દઈને કામ કરીએ ને તો સફળતા મળવાની જ છે અને સાથે અનુભવ તો ખરો જ.
ક્યારેક ખરાબ અનુભવ મળે ક્યારેક સારો. ખરાબ અનુભવ શું ન કરવું તે શીખવશે અને સારો અનુભવ આપણે સાચા રસ્તે છીએ તે જણાવશે.
દરેક અનુભવમાંથી આપણે નક્કી કરવાનું છે કે આપણે શું શીખવું છે અને શું ફરીથી કરવા જેવું નથી.

#અનુભવવું

Gujarati Motivational by Tr Mrs Snehal Rajan Jani : 111421624
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now