તારા ગોરા ગાલે દડતું જળ બિંદુ,
ઝાકળ તો ઠીક, શુન્ય છે સૌ સિંધુ!
તારા ભીના વાળે છલકે જળ સિંધુ
ભિંજવવું ઠીક, પુર આવ્યું સીધું,
નાહીને તાજી નીકળતી સધ્યસ્નાતા
કામણ તો ઠીક, ખેંચતી ઓચિંતુ
છાપે છાંટો સે'જે,ખબરો ભડકાતું
કારણ તો ઠીક, આગ છે એ બિંદુ
---- દેવાંગ દવે ©