સારું થયું જો સાંજ પડી ગઈ,
જીવન ની સવાર માં રાત પડી ગઈ,
લાગે છે હવે આવાજ જશે દિવસો,
પ્રેમ માં રોપેલાં પુષ્પ ની ડાળ પડી ગઈ.
આજે ઘણા સમય પછી મને પોતાની સામે પ્રસ્તુત થવાનો મોકો મળ્યો છે. જાણેઅજાણે કેટલકેટલ દિવસો પસાર થઈ ગયા. પણ આજે પણ પોતાની જાત ને એટલોજ ખાલી એટલોજ સુનો મહેસુસ કરું છું જેટલો હું સુરત માં આવ્યા પછી ના શરૂઆત ના દિવસો માં કરતો હતો. એક સમય આવે છે જ્યારે તમને તમારા કરેલા નિર્ણયો પર શંકા થાય છે, ધીમે ધીમે તમારી આસપાસ ના પરિબળો તમને એ વિશ્વાસ અપાવે છે કે તમને કરેલો નિર્ણય ક્યાંક ને ક્યાંક તમારા સમય અને તમારી મહત્વકાંક્ષા ની તુલા પાર ખરો નથી ઉતારી શક્યો. અને રહેતા રહેતા તમને જીવન ની કોઈ એક કનિષ્ઠ ક્ષણે તમારા અંતરાત્મા ના કોઈ ખૂણે થી તમારા વૈચારિક માનસપટલ પર રહી રહી ને એ ભેદી નાદ ના પડઘા ગુંજવા લાગે.
''ક્યાંક પોતે કરેલો નિર્ણય ખોટો તો નથી?''
લાગણીઓ નો સ્વભાવ કુતરા જેવો હોય છે.
કુતરાઓ ને સૌથી વફાદાર પ્રાણી કહેવાય છે. પણ કુતરાઓ ક્યારેય પોતાની વિજાતીય સાથી ને વફાદાર રહ્યા નથી, શુ છે આ વફાદારી? કેવી હોય છે વફાદારી ની લાગણી? શુ વફાદારી ને સમય અને માત્રા ના પરિમાણ માં માપી શકાય ખરી?
વફાદારી માં આધિપત્ય કોનું હોય છે? શુ વફાદારી એકબીજા ને પરસ્પર હોવી જોઈએ? કે પછી ફક્ત એક જ તરફ થઈ વફાદારી હોય તો ચાલે? જ્યારે પરસ્પર ને જાણ થાય જે સામે ની બાજુ વફાદારી નથી અથવા હોવી વફાદારી રહી નથી? તો શુ એ સબંધ ને ટકાવી રાખી શકાય ખરો? અને જો સબંધ રહે પણ તો? એને નામ આપી શકાય?
લાગણીઓ ના આ ભવસાગર માં રોજ કેટલાય સબંધો તૂટતા રહે છે અને નવા બનતા રહેત છે.
પણ સમાજ ક્યારેય અટક્યો નથી.
સમાજ ત્યારે પણ નતો અટક્યો જ્યારે રામ ના સીતા નું અપહરણ થયું હતું અને સીતામાતા ને અગ્નિપરીક્ષા અને પછી વનવાસ નો સામનો કરવો પડ્યો હતો, ઈશ્વરની શ્રેણી ના લોકો સાથે પણ સમાજે એજ નીતિ અપાવી હતી જે આજે તમારી અને મારી સાથે અપનવે છે,
સમાજ ત્યારે પણ અટક્યો નથી જ્યારે કૃષ્ણા ભગવાને આઠ પટ્ટરાણી અને સોળસો ગોપીઓ ને રાણી બનાવેલી શુ ત્યારે સમજે એમના પાર વફાદારી નો આક્ષેપ લગાવેલો? નહીં.. એમને ભગવાન નો દરજ્જો આપવામાં આવેલો અને એમને જે પણ કર્યું એને એમની લીલા માં સમાવી લેવામાં આવી.
ખરેખર સમાજ માં આજે કોઈ પણ વફાદાર છે ખરું?!
કલમ ના કોણ થી શાહી ની સોડમ
-ઋષિરાજ