લાગતી જે ખરી એ જવાની ખરી જવાની છે ,
જિંદગી આમ જ હાથ માંથી સરી જવાની છે ..
ના કહો તો'ય માટલી આખી ,
એક દિવસ તો તૂટી જવાની છે ...
સઢ પર ચડી એ નાવડી તારી ,
કોને ખબર તોફાન માં ક્યાં તરી જવાની છે ...
શિર પર ચડી એ પાઘડી ભારી ,
એમ ક્યાંથી નમી જવાની છે ..
સાગર થકી આ વિશાળ લહેરો ,
ખારાશ ત્યજી મીઠી નદી થોડી થવાની છે ..