કંઇક સાકર ઓગળવી પડે છે માત્ર એક વાત મીઠી કરવા ,
.
કોરું સીધું ઘૂંટાયેલ સત્ય ક્યાં અહી કોઈથી પીવાય છે..
.
.
કેટલાંય મરમ સાથે પરિભાષિત કર્યો હતો મે તેની સામે ખુદાને ,
.
પણ અંતે તો ભૂખ્યાને ઈશ્વરનો અર્થ રોટલો જ સમજાય છે..
.
.
ન બોલી શકાય શબ્દ થકી અને સહી ન શકાય જાત મહી ,
.
માત્ર કવિ મન જાણે કે કવિતા ક્યારે લખાય છે....
.
.
નાની કુમળી બાહોથી પેહલા ખોલવા પડે છે ધરતીના મજબુત પાટિયા ,
.
પૂછો ઝાડને તો સમજાય કે અહી કેમ કરી ઉગાય છે....
.
.
અને ન આપી શકો તો કઈ નહી પણ ઉપેક્ષા માંગતા ચેહરાની શાને કરો,
.
સ્વમાન હેઠું મૂકી હાથ લંબાવો તો ખબર પડે હૈયું કેટલું દુભાય છે....
.
.
અને અંતે શરીફ સમજો તો માનો ખુદાનો આભાર કે કંઇક ઠેકાણે પડ્યા ,
.
બાકી ન જીવી શકાય ક્ષણ માટે એવીય અહી લાખો જિંદગી જીવાય છે....
ભાવિક "શરીફ"