દર્દ ક્યારે ઉપડે,  કશુંયે  કહેવાય નહીં,
વેઠે તેને  ખબર પડે‌ ને , સહેવાય નહીં;

શબ્દની છે  મગજ ,મારી ને શું કહીએ,
ધૈર્ય ધારણ,  મૌન તોયે,  રહેવાય નહીં,

સત્ય છે કે બાગમાં , ખીલી મ્હેંકી રહેતા
ફૂલ એ  કાગળ નાં,  કદી  મહેકાય નહીં;

મીઠુંમધ એ,ટહુકતી કોયલડી આંબાડાળે,
કેદ કરીએ પાંજરામાં ,પછી ટહુકાય નહીં;

જીંદગીનો,જામ છે તો  જરા પીવો હળવે,
પ્રેમ આનંદ આંખથી,જોએ છલકાય નહીં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111419216

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now