#ભવ્ય
આજ નસીબે જો કેવો દગો દીધો
રસ્તો બદલી તને પડતો મુકી દીધો
ભવ્ય હતો તારો આ સંસાર દરિયો
મઝધાર આવ્યોને તને એકલો દીધો
ખૂબ ઊંડા દર્દો ભરીને તને છોડી દીધો
આંખે આંસુનો ધોધ વહાવી રડતો દીધો
તું કર ઉપકાર છતાંય તને ઝેર જ દીધો
જીવતર તારો જ પડછાયો તને ત્યજી દીધો
સ્વાર્થ ભરેલી આ દુનિયામાં પણ તારી નથી
તુ કર્મ કર એજ તારો પ્રભુ તને ફળ દીધો
બિંદીયા