હૈયું ઝંખી રહ્યું હતું, તારા હૃદયની ભીનાશ! ચૈત્ર,વૈશાખના તાપ એવા પડ્યાં જીવતરમાં કે મૌન બની ગઈ, ઝંઝીરોની બેડીમાં થયા કેદ શબ્દ,ને તમે મારા મૌનની લિપિને કે ચહેરાની ભાષા વાંચી નહીં શકો,સ્તબ્ધ એ સાંજે સજળ આંખે હસવાનો કરું છું હું ડોળ,આ હથેળીની ભવ્ય લાગતી રેખા થઈ ગઈ સ્થિર