Gujarati Quote in Motivational by Shanti Khant

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

છે બસ ,અઢી અક્ષરનું નામ પણ બે જાન જિંદગીમાં પણ જાન પૂરી દે તે છે  **દોસ્ત **

વર્ષો ઉપર વીતી ગયા પછી પણ જે મળતા ખુશ થઈ જાય  તે દિલની સુવાસ  છે ** દોસ્ત**

દૂર હોવા છતાં પણ ના તૂટે તે લાગણી  નો તાર છે.
**દોસ્ત**

પોતે હજારો પ્રોબ્લેમ લઈને ફરે તો ય તમને પૂછે છે. "તને કેમ છે ?"એ છે ** દોસ્ત**

તમે "તમારા "થી ખોવાઈ "જ્યારે" જાવ ,અને તમને  "તમારા" માંથી  શોધવામાં" તમને "મદદ કરે એ છે. **દોસ્ત**

જેની સાથે લોહીનો સંબંધ નથી છતાં વહાલુ લાગે છે એનું નામ છે.** દોસ્ત**

જેની સાથે થાય અઢળક વાતો છતાં થાક ના લાગે..... તે નામ છે..** દોસ્ત**

જેની સાથે નાનકડી વાતમાં પણ હસી શકાય તે છે. **દોસ્ત**

જેની સાથે ઠંડી ચા પણ હુંફાળી લાગે તે નામ છે .**દોસ્ત**

એને અડધી રાત્રે ઊઠાડીને હૈયું ઠાલવી શકો એનુ નામ છે..** દોસ્ત**

જેની સાથે મુખોટા વગર જાત ખુલ્લી કરી શકાય છતાં પણ તે સ્વીકારે તે છે .**દોસ્ત**

જેની સાથે વિતાવેલો સમય યાદ કરતા ચહેરા પર હંમેશા આવે સ્મિત તે "યાદ" છે. ** દોસ્ત**

જેના માટે" તમે શું છો"!! એ નહીં પણ" તમે કેમ છો ?"નું મહત્વ ધરાવે તે છે .**દોસ્ત**

"*ચાહવામાં હૂંફ છે કેવળ અમુક માત્રા સુધી*"એ પણ  આડેધડ ડંખાતું હોય છે પણ તેનો આધાર હોય તે છે . **દોસ્ત**

પ્યારમાં તમે હસ્યા ના હોવ પણ દોસ્તો એ ક્યારેય રડાવ્યા નથી એ છે** દોસ્ત**

તમે ધરતી પર હાજર થાવ ત્યારે પહેલી વખત તમારા માતા પિતા હાજર હોય ,પણ તેમની ગેરહાજરીમાં હાજર હોય ત્યારે તમારી સાથે હાજર હોય તે છે.
** દોસ્ત**

બસ ફરક તો આ વિચારોનો છે ,નહીં તો દોસ્તી  નો પ્રેમ મહોબ્બત થી કયારે પણ ઉતરતો નથી.!!!!

🌸 Shanti.

Gujarati Motivational by Shanti Khant : 111418335
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now