દર્દ માં બસ , વલોવાઈ જવાનું છે,
ઝખ્મો તાજા, સહેવાઈ જવાનું છે;
ઊફ, થઈ શકતી જ નથી , મર્યાદામાં,
ઉલ્લંઘી પર્વત આરોહાઈ જવાનુ છે;
વેદના માં વિસ્તરણ થતું રહ્યું સર્વદા,
આંસુઓ માં, આટોપાઈ, જવાનું છે;
દૂર અંતર સફર છે, વાસ્તવિકતા જૂદી,
અંતરંગ શૂન્ય માં, ખોડાઈ જવાનું છે;
આનંદ એટલું આસાન નથી જ જીવન,
મંગલમયતા માં દિલ, મંડાઈ જવાનું છે;