Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ભારતીય ઈતિહાસમાં ઘણી આવી માન્યતાઓ કે શુકન-અપશુકન જણાવવામાં આવ્યા છે જે આજે લોકો માટે ઘણા અજીબ છે. આધુનિક યુગમાં આવી માન્યતાઓને અંધવિશ્વાસ માનવામાં આવે છે પણ શાસ્ત્રોમાં તેનું ઘણું મહત્વ બતાવવામાં આવે છે. નાના-નાના શુકન-અપશુકન ભવિષ્યમાં થનારી ઘટનાઓની જાણકારી આપે છે.

માણસને પૈસા કે ધનનો મોહ હંમેશાથી રહે છે. તેને પ્રાપ્ત કરવા માટે વ્યક્તિ ઘણા પ્રકારના જતન કરે છે, ઘણી મહેનત કરે છે. કેટલાક લોકો મહેનત પણ કરે છે પણ તેને ધન સંબંધિત કોઈ લાભ થતો નથી.

એવામાં જો કોઈ વ્યક્તિની કિસ્મત બદલનાર છે તો તેની સાથે ઘણા શુભ શુકન થાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં ધનથી જોડાયેલ ઘણા શુકન અને અપશુકન જણાવવામાં આવ્યા છે. જુના સમયથી જ એક શુભ શુકન બતાવવામાં આવ્યું છે કે સવારે-સવારે નોળીયો જોવો. આમ તો નોળીયાને સાંપનો સૌથી મોટો દુશ્મન માનવામાં આવે છે પણ જ્યોતિષમાં તેનાથી ઘણા શુભ શુકન જોડાયેલા છે.

જો કોઈ વ્યક્તિને સવારે નીંદરથી ઉઠતા જ નોળીયા દેખાઈ જાય તો તેને સમજી લેવું જોઈએ કે તે નજીકના ભવિષ્યમાં માલામાલ થાનાર છે. નોળીયાનો સીધો સંબંધ જમીનમાં છુપાયેલો ખજાનાથી પણ માનવામાં આવે છે.

આથી સવારે-સવારે તે જોવા મળે તો આ સંકેત આપે છે કે વ્યક્તિને ગુપ્ત ધન પ્રાપ્ત થવાનો યોગ બને છે. આવી પ્રબળ શક્યતા રહે છે કે તે વ્યક્તિ ધની થઈ જાશે.

આમ તો સવારના પછી દિવસના સમયે નોળીયો જોવો શુભ નથી માનવામાં આવતો પણ ઘણીવાર આ પરેશાનિઓની સમાપ્તિનો સંકેત પણ આપે છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111417722
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now