#આનંદ
ભાખોડીયે ચાલવાનો આનંદ,
પૈડાંવાળી ગાડીમાં ખોવાયો.
દાદાજી સાથે ઘોડે ઘોડે રમવાનો આનંદ,
ઈલેક્ટ્રીક રમકડાં મા ખોવાયો.
પાટી-પેન લઈ ભણવાનો આનંદ,
ડિજિટલ સ્ટડીમા ખોવાયો.
આંબલી-પીપરી રમવાનો આનંદ,
કેન્ડીકૃશ રમવામાં ખોવાયો.
મિત્રો સાથે મુલાકાત કરવાનો આનંદ,
મોબાઈલ પર ચેટીંગમાં ખોવાયો.
સંયુક્ત કુટુંબમાં રહેવાનો આનંદ,
વિભક્ત કુટુંબમાં ખોવાયો.
નાના એવા નળિયાના ઘરનો આનંદ,
મોટા મોટા બંગલામાં ખોવાયો.
ગામડાંની શાંતિ નો આનંદ,
શહેર ની માથાકૂટમાં ખોવાયો.