Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઈષ્ટદેવ કે દેવી-દેવતાના નામ જપવાથી પણ આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આમ તો સવારનો સમય ભગવાનની આરાધના માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે પણ સાંજના સમયે પણ પૂજનનું વિશેષ મહત્વ છે. સાંજના ધર્મ લાભ મેળવવા માટે કેટલાક નિયમ જણાવવામાં આવ્યા છે.

સાંજના સમયે અંધારું થવાથી થોડા પહેલા ધરમાં અંજવાળું (લાઈટ કરી લેવી)કરી લેવું જોઈએ. અંજવાળું થયા પછી પરિવારના સભ્યોએ પોતાના ઈષ્ટ મંત્રોના જપ કરવા જોઈએ કે ભગવાનનું નામ લેવું જોઈએ. આ સમય આંખ બંધ રાખવી જોઈએ. આ પ્રકારે દરરોજ કરવું જોઈએ.

સામાન્ય રીતે મોટાભાગના લોકો સાંજના આ પ્રાકારે ભગવાનને યાદ જરૂર કરે છે. આ વધારે જુના સમયથી ચાલી આવતી પરંપરા છે. આ પરંપરાના ચાલું રાખવાથી ઘણી ધાર્મિક અને સકારાત્મક પરિણાણ પ્રાપ્ત થાય છે.

એવું માનવામાં આવે છે કે સાંજના સમયે પણ ધનની દેવી મહાલક્ષ્મી સહિત બધા દેવી-દેવતા પૃથ્વી પર ભ્રમણ કરે છે અને આ સમય જો તેનું નામ લેવામાં આવે તો અતિપ્રસન્ન થાય છે અને ભક્તની મનોકામનાઓ પૂર્મ કરે છે.

ઘરના વાતાવરણમાં ફેલાયેલી નકારાત્મક ઉર્જાનો નાશ કરવા માટે આ પરંપરા ઘણી કારગત છે. સાંજના અંજવાળું થતા ભગવાનનું નામ લેવાથી સકારાત્મક ઉર્જાને વધારે બળ મળે છે અને અંધારામાં શક્તિશાળી રહેનારી ઉર્જા નેગેટિવ એનર્જી સમાપ્ત થઈ જાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111417671
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now