બોલકું મૌન
રોજની જેમ ચકલી આવી,
સાથે એનું મૌન લઈ આવી.
અવાક્ હું જોઈ ઉપવાસ એનો,
સંગીતથી દૂર કેમ ઉપાસક એનો?
આંખના ઇશારે મેં પૂછ્યું શું થયું?
ક્રોધ-લાચારીથી એનું અશ્રુ સર્યું.
મિત્ર તું મને શીદને પૂછે શું થયું,
માણસ ને જ પૂછ આવું કેમ કર્યું.
પ્રકૃતિની ભેટ એ વડ ગુલમહોર ને જતું કર્યું,
કુદરતનો તિરસ્કાર કરી હળાહળ અપમાન કર્યું.
નિસર્ગ ની વિરુદ્ધ અમે ચાલતાં આવીએ,
બેજવાબદાર બેદરકાર માનવજાત કહેવાઈએ.
પુરાવો દે મને શું અપરાધ મારો,
નાનો અમથો હતો માળો મારો.
ઓ નિર્દોષ જીવ ! તું માણસનો ક્યાં વિશ્વાસ કરે!
ખારા ને મીઠું અને મીઠાને ગળ્યું એતો કહ્યા કરે.
મારી દુનિયા મારું બ્રહ્માંડ હતું નાનકડો એ ક્યારો,
યાદ રાખજે માણસ ! ક્યારેક તારો પણ આવશે વારો.
મૌન નું શરણું ત્યારે તું લેશે,
સવાલ જ્યારે મારી આંખ પૂછશે.
ત્યારે અટ્ટહાસ્ય અને કુદરતનો ન્યાય હશે મારી આંખમાં,
ત્યારેજ તારો અપરાધભાવ સાક્ષી પુરાવશે તારાં આંસુડાંમાં.
મારી ચકીબાઈ મારું એક સપનું,
હોય આંગણે ફરજંદ ગુલમહોરનું.
બને કાયમી એ રહેઠાણ ચકીબહેનનું,
ખળખળ વહે ચીંચીંચીંચીં નું સંગીતમય ઝરણું.
✍🏾..પંકિલ દેસાઈ