નિયતિને લખ્યો છે મેં પત્ર,
પૂછ્યા ઘણા સવાલ.
એણે તારો મારો સાથ લખ્યો છે,
કે માત્ર ઝુરાપો લખ્યો છે?
તું નસીબમાં મારા છે કે નહિ,
કે માત્ર આંસુઓનો દરિયોજ લખ્યો છે?
કેમ થયો તારી જોડે પ્રેમ?
જો તું મારી હાથની લકીરો માં જ નથી.
કેમ સંભળાય છે તારી આહટ?
જ્યાં તું મારી નજરની સરહદમાં જ નથી.
શું નિયતિ આપશે મને જવાબ?
લખશે મારા નસીબમાં તારો સંગાથ?
તું પણ લખી જો એક પત્ર, પૂછી જો સવાલ;
કદાચ હું હોઉં તારી લકીરો માં,ને લખ્યો હોય આપણો સંગાથ.
#નિયતિ