#દુકાળ
વ્હાલનો દરિયો સૂકા રણમાં ફેરવાઈ જતાં ક્યાં વાર લાગી ? માણસ છું આખરે ક્યાં લગી જિરવું ? જિરવવાની પણ દરેક વ્યકિતની એક હદ હોય યાર એ પછી કુદરત હો કે માનવ !.. આજે તો એ હદ પણ પાર કરી ગયા આ લોહીનાં સંબંધો કહેવાતા પોતિકા, ના ઇચ્છવા છતાંય પોતિકાઓએ આપેલ આ ના જિરવાય એવો એક કારમો ઘા વાગતા જ નેહ નીતરતી લાગણીનાં વહેણ સુકાઈ ગયા ને લહેરાતી દિલની જમીન કોરી ધાકોર થઈ ગઈ. હૈયે અસહ્ય ના સંધાય એવી તિરાડો પડી ગઈ જાણે સ્નેહની જે નિ:સ્વાર્થ દુનિયા રચેલી હતી તે ઉજ્જડ “દુકાળગ્રસ્ત” થઈ ગઈ!
નિશિતા પંડ્યા
૨૮/૦૪/૨૦૨૦