સૂતી વખતે તકિયા નીચે રાખો આ 5 વસ્તુઓ, તમામ પ્રકારના સંકટ રહેશે દૂર
દિવસ આનંદથી પસાર થાય તેનો આધાર આમ જુઓ તો રાત્રિ પર પણ હોય છે. રાત્રે સારી ઊંઘ થાય તો જ આખા દિવસનો થાક ઉતરે અને બીજા દિવસની શરૂઆત તાજગીપૂર્ણ થાય છે. જો કે ગાઢ ઊંઘ આવે તે માટે જરૂરી છે કે તમે ચિંતામુક્ત થઈને સૂવો. તેના માટે સૂતી વખતે તમે આ ઉપાય કરી શકો છો, જે તમારી રાતની ઊંઘ ગાઢ બનાવશે અને તેનાથી બીજા દિવસની શરૂઆત પણ શુભ થશે.
રાત્રે સૂતા પહેલાં હનુમાન ચાલીસા અથવા તો સુંદરકાંડનો પાઠ કરવો. પાઠ કર્યા પછી પુસ્તકને માથા પાસે જ રાખીને સૂઈ જવું. આમ કરવાથી મન એકાગ્ર થશે અને શાંત પણ રહેશે. મનમાં કોઈપણ પ્રકારનો ભય કે શંકા પ્રવેશી નહીં શકે. જેનાથી બીજા દિવસની શરૂઆત પણ સારી થશે.
– તકિયા નીચે લોઢાની કોઈ વસ્તુ રાખી શકાય છે. માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે. આમ કરવાથી ખરાબ સપના પણ આવતા નથી.
– તકિયા નીચે મૂળો રાખીને સૂવું અને સવારે તેને શંકર મંદિરમાં ચડાવી દેવો. તેનાથી રાહુનો પ્રભાવ ઘટી જાય છે. રાહુની દશા ચાલતી હોય તે સમયમાં સતાવતી માનસિક ચિંતાનો પ્રભાવ પણ ઘટી જાય છે.
– ભગવાનને ચડાવીને તાજું ફુલ તકિયા નીચે રાખી દેવું. આમ કરવાથી મનને શાંતિ મળે છે અને ઊંઘ પણ ઝડપથી આવે છે. બીજા દિવસે પણ તાજગીનો અનુભવ તમે કરી શકશો.
– દુર્ગા સપ્તશતીને રાત્રે સૂતી વખતે માથા નજીક રાખી દેવી. તેનાથી અજાણ્યા ડરથી મુક્તિ મળે છે. દિવસભરનો થાક અને ચિંતા દૂર થઈ જાય છે અને માનસિક શાંતિ મળે છે.