પ્રકૃતિ પણ આપણ ને શીખવે છે કે અંત એ માત્ર અંત નથી હોતો પરતું એક નવી શરૂઆત હોય છે.એક વાર વૃક્ષ કપાય ગયા પછી પણ એક નહિ પણ અનેક કૂપણો ફૂટી નીકળે છે ,એવી જ રીતે જીવન માં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓ આવે અથવા તો નિષ્ફળતા મળે તો પણ જીવન જીવવા માટે પકૃતિ અનેક રસ્તા તૈયાર રાખે છે ,આપણે ફક્ત તેને સમજવાનું જરૂરી છે.આજ ના આધુનિક જમાના માં મનુષ્ય જ્યારે વધુ ને વધુ પામી લેવાની કે વધુ ને વધુ સુખ સગવડો ઉભી કરવામાં સાચું સુખ શુ છે તે ભૂલી જાય છે અને જીવન નો સાચો આનંદ લેવાનું ચુકી જાય છે, અને નાની નાની વાતો માં પોતાનું ધૈર્ય ખોય બેસે છે અને જીવન માં મળેલી નિષ્ફળતા ને પચાવી શકતો નથી .તો આ પકૃતિ આપણ ને જીવન જીવવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. અને જીવન માં નિષ્ફળતા મળ્યા પછી પણ એક ઉત્તમ જીવન ની શરૂઆત કરી શકાય છે તેનું ઉદાહરણ પૂરું પાડે છે.