મારી કહેલી કે કરેલી દરેક એ દરેક વાત એક સમય પર મારા માટે પથ્થર ની લકીર હોઈ શકે છે,પણ બીજા બધાં લોકો માટે તો કદાચ મારી કહેલી કે કરેલી વાત બકવાસ પણ હોઈ શકે છે.એમાં કોઈ શંકા ને સ્થાન નથી.
કેમ કે દુનિયા માં દરેક એ દરેક વ્યક્તિ નો કોઈપણ વાત કે બાબત પર પોતાનો અંગત અભિપ્રાય હોય જ છે.અને હું માનું છું ત્યાં સુધી હોવો જ જોઈએ એમાં મને કોઈ જ મતલબ કોઈ જ વાંધો નથી.હું દુનિયાના દરેક એ દરેક વ્યક્તિ ના અંગત અભિપ્રાય ને દિલ થી સ્વીકારું છું તેમજ એમના અંગત અભિપ્રાય નું દિલ થી માન પણ રાખું જ છું અને સાથે સાથે લોકો નાં અંગત અભિપ્રાય ને દિલ થી આવકારું પણ છું અને એમાં પણ શંકા ને કોઈ સ્થાન નથી.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ