જીવન માં ક્યારેક એવું પણ બની કે હોઈ શકે છે કે જીવન ની મુશ્કેલી ભરી પરિસ્થિતિ માં લોહી ના સંબંધ કરતાં લાગણી કે આત્મિયતા ના સંબંધ તરફ થી પણ ઘણો સારો સહકાર, મદદ કે હૂંફ મળી રહેતી હોય છે.
એટલે આત્મિયતા કે લાગણી ના સંબંધ પણ જીવન માં એટલા જ જરૂરી છે જેટલા લોહી ના સંબંધ જરૂરી છે.
કેમ કે મેં આ ખુદ અનુભવેલું છે.
મે મારા જીવન કાળ દરમિયાન એવા લોકો ને નજીક થી જોયા છે અને હાલ પણ જોઉં છું તેમજ નજીક થી જાણું પણ છું કે વ્યક્તિ ના લોહી ના સંબંધો આજે એની વિરોધ માં છે અને લાગણી અને આત્મિયતા સંબંધ વાળા વ્યક્તિ એની પડખે ચટ્ટાન જેમ ઊભા છે.
અને એ વ્યક્તિઓ ઘણાં ખરા અર્થમાં માં એક દમ વ્યવહારુ અને પ્રામાણિક માણસો હોય છે તો પણ લોહી ના સંબંધો વિરોધ માં હોય છે. અને આવા લાગણી કે આત્મિયતા ના સંબંધ ને લેણદેણ ના સંબંધો કહેવાય જે જીવન ની કપરી થી પણ કપરી પરિસ્થિતિમાં માં પણ સાથ ના છોડે.ભલે શ્વાસ છૂટી જાય પણ સાથ ના છોડે.
🙏🙏🙏🙏🙏🙏
કેશર કુંજ