પૃથ્વી પર જન્મ લેવો એ આપણાં હાથની વાત નથી. પરંતું અહીં આવ્યા પછી જન્મને સુધારવું એ આપણાં જ હાથમાં છે. મારા મતે કોઈ શ્રીમંત ઘરમાં કે કોઈ સંસ્કારી ઘરમાં જન્મ લીધો એટલે જન્મારો સુધરી ગયો એવું નથી. એ તો આપણાં કુટુંબની ઓળખ છે.
પોતાની ઓળખ પોતે જ ઊભી કરવી જોઈએ. અને જ્યારે આ કામ આપણે કરીએ ને ત્યારે આ જ જન્મમાં આપણને બીજો જન્મ મળ્યો હોય એવી અનુભૂતિ થાય છે.
જેમ રાક્ષસ કુળમાં વિભીષણ અને પ્રહલાદનો જન્મ થયો હોવા છતાં એમણે પોતાની પ્રભુ ભક્તિ દ્વારા પોતાની અલગ જ ઓળખ ઊભી કરી હતી. એમણે તો એક જ જન્મમાં બે જન્મનો અનુભવ કર્યો જ હતો અને આવા તો ઘણાય છે.
બીજાના જીવ બચાવવા કે મદદ માટે કરેલ સેવા કાર્યથી પણ એક અલગ જ ખુશી મળતી હોય છે.
#જન્મ