પૃથ્વીદિન...કે પૃથ્વીદીન
બકુલાબેને પૂછ્યું પૃથ્વીનું પૃથ્વીદિન કે પૃથવીદીન....!
સાચેજ ગુરૂ તુલ્યને શું જવાબ વાળવો...?
પૃથ્વી દિને દિને દીનહીન થતી જાય છે...
ધરા...અવની ને પણ નહિ ખબર હોય કે તેમના નામ એટલે જ..પૃથ્વી થાય છે..
વિટંબણાઓ તો જુઓ કેવી વિંટબંણાઓ થી ઘેરાયલી છે..
અન્ન તો ઉગ્યું છે પણ લણવા જવા કિસાન ઘબરાય છે...
વિશ્વ આજે છતી પૃથ્વી છતા પૃથ્વીહીન ભાવનાથી રિબાય છે...
ખરેખર પૃથ્વીદિન નહિ પૃથ્વીદીન છે
© ℗®™
જયશ્રી પટેલ
૨૨/૪/૨૦૨૦