સ્પષ્ટતા
આજ રોજ એક મહાનુભાવ દ્વારા બાઇટ્સ વિભાગમાં મારી મુકેલી પોસ્ટ માટે એવી ટિપ્પણી કરવામાં આવી કે શરમ ત્યજીને માત્ર લાઈક ને કોમેન્ટ મેળવવા અર્થે હું અન્ય લેખકોના વિચારો ચોરીને પોતાના મથાળા નીચે લખુ છુ. જો મારાથી ભૂલમાં પણ આમ કંઈ બનવા પામ્યું હોય તો સૌ પહેલા તો એ સજ્જનની હું ક્ષમા માંગુ છુ. પરંતુ સાથે એ સ્પષ્ટતા કરવા ઈચ્છીશ કે સાહિત્ય પર કોઇનો એકાધિકાર ન હોવો જોઈએ એવુ મારું સ્પષ્ટ માનવુ છે. આપણને સ્ફુરેલા વિચારો અન્યને ભવિષ્યમાં ક્યારેય ન આવે એ પણ જરૂરી નથી. આવી રચનાઓ દરમ્યાન ક્યારેક કોઈ રચનામાં સમાનતા જણાઈ આવે ત્યારે સીધુ કોઈને ચોર કહી દેવુ અતિશયોક્તિ ભરેલુ કહેવાશે. ગીતામાં કહેવાયેલા ઉપદેશને તો ઘણા ખરા લેખકોએ પોતાની રચનાઓમાં વર્ણવ્યો છે ત્યારે શ્રીકૃષ્ણએ એનો વાંધો ઉઠાવ્યો હોય એમ મે સાંભળ્યુ નથી. બીજાની આલોચના કરતા અને અપશબ્દો કહેતા પહેલા પરિસ્થિતિનો તાગ મેળવી લેવો જોઈએ. કોઈની ભૂલને પણ સકારાત્મકતા સાથે માફ કરી શકે એ જ સાચો સાહિત્યકાર . હું મારી રચનાઓની સંપૂર્ણ જવાબદારી લઉ છુ અને વિનમ્રતા સાથે એમાં અન્ય કોઈ લેખકોના અંશ જણાઈ આવે તો મારુ ધ્યાન દોરવા મહોદયને વિનંતી કરુ છુ.
- આભરસહ