#પુછવું
ઘણી વાર એવું બને કે હું જ શું કામ પૂછું એ પણ પૂછી શકે છે. આ એક અભિમાન માણસો ને ઘણું બધું હેરાન પરેશાન કરી મુકે છે. માણસ ને એવું હોય જો હું પૂછી તો મને નાનો માણસ સમજશે તો હુ શું કામ પૂછું એને કામ હોય તો આવે મને કહે પણ હું તો સામે થી નહી જ પૂછું કાંઇ. અને સામે વાળા એવું વિચારે એ આવે મને પૂછે પછી જ હું કહીશ. અને આવી રીતે માણસ પોતાની અડધી જીંદગી આવી જ રીતે પસાર કરી દે છે.
આવી જ નાની મોટી બાબત થી કેટલાં સંબધ ક્યાં જઇ ને ઊભા રહે છે જેની આપણ ને ખબર પણ નથી હોતી. કેટલાં લોકો તો એ જ મુંજવણ માં હોય મને કેમ નો પુછ્યું પછી એ બાબત કોઈ પણ હોય તે એક અનોખું જ રૂપ ધારણ કરી લે છે.