સૌંદર્ય ખુલાસાનો મામલો જ નથી. નયનરમ્ય નદીકાંઠાને મેજરટેપ લઈને માપવા જેવી મૂર્ખામી છે આ. રમ્યતા માણવાની હોય. સહજતા શરૂઆતમાં સાચવવાની અને પછી આજીવન જીવવાની હોય. સુંદરતા આકંઠ ગટગટાવવાની હોય. એમાં બુદ્ધિ અને તર્કનું રાઈ જીરું નાંખવાની આપણી મનોવૃત્તિએ બહુ ડાટ વાળ્યો છે. હજુ ય આ કુરિવાજ અટક્યો નથી.