અગ્નિપરીક્ષા શરૂઆતથી એક વિવાદિત મુદ્દો રહ્યો છે.
આ બાબતે રામને દોષિત ઠેરવવામાં આવે છે અને સ્ત્રીઓએ હમેંશા પરીક્ષા આપી છે એવું કહેવાય છે.
પણ રામને એક આદર્શ પતિ તરીકે જુઓ તો એણે આવડું મોટું યુદ્ધ લડી સીતાને મુક્ત કરાવ્યાની બાબત ભૂલી જઈ, ક્ષણિક લીલાનાં કારણે રામને આપણે એક સામાન્ય પુરુષની શ્રેણીમાં મુક્યા છે.
એક પુરુષ તરીકે હું એક વાત કહીશ કે દરેક બાબતનાં કોઈ સ્પષ્ટ દેખીતા કારણ હું પણ ઘરે નથી આપતો કે સમજાઈ શકતો નથી. કદાચ રામ પણ એ બાબતે બહુ સ્પષ્ટતા નહીં આપી શક્યા હોય.